educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Shyam Rang Samipe । Poem | STD 12 | શ્યામ રંગ સમીપે

Shyam Rang Samipe Hetulaxi Quiz-007


1. ‘શ્યામ રંગ સમીપે’ કાવ્ય/કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
* ‘શ્યામ રંગ સમીપે’ કાવ્યનો સાહિત્યપ્રકાર ગરબી (પદ) છે.
2. ‘શ્યામ રંગ સમીપે’ કાવ્યના કવિ/કર્તા કોણ છે ?
* ‘શ્યામ રંગ સમીપે’ કાવ્યના કવિ દયારામ છે.
3. દયારામનાં પદો કઇ સંજ્ઞા/નામથી ઓળખાય છે ?
* દયારમનાં પદો ગરબી સંજ્ઞાથી ઓળખાય છે.
4. દયારામનો જન્મ ક્યાં થયો હતો ?
* દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો.
5. દયારામની ગરબીઓ શાથી ખૂબ લોકપ્રિય બની છે ?
* દયારમની ગરબીઓ ઢાળની વિવિધતાથી ખૂબ લોકપ્રિય બની છે.
6. દયારામની ગરબીઓમાં કયા પ્રકારની ભક્તિનું નિરૂપણ થાય છે ?
* દયારામની ગરબીઓમાં પ્રેમભક્તિનું નિરૂપણ થાય છે.
7. ગોપી કયો નિયમ લે છે ?
* ગોપી શ્યામ રંગ નજીક ન જવાનો નિયમ લે છે.
8. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે ? શા માટે ? અથવા ગોપી જમનાનાં નીરમાં સ્નાન કરવાની કેમ ના પાડે છે ?
* ગોપી જમનાનાં નીરમાં સ્નાન કરવાની ના પાડે છે, કારણ કે જમનાનાં નીર શ્યામ રંગનાં છે.
9. ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિર્ણય કેમ કરે છે ?
* ગોપીને દરેક કાળા રંગની વસ્તુમાં કૃષ્ણ દેખાય છે અને કૃષ્ણની જેમ દરેક કાળી વસ્તુમાં કપટ હશે એવું સમજતાં ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિર્ણય લે છે.
10. ગોપી કોનો શબ્દ (ટહુકો) સાંભળવાની ના પાડે છે ?
* ગોપી કોકિલા (કોયલ)નો શબ્દ સાંભળવાની ના પાડે છે.
11. ગોપી કોની વાણીને શુકનિયાળ માનવાની ના પાડે છે ?
* ગોપી કાગવાણીને શુકનિયાળ માનવાની ના પાડે છે.
12. ગોપી કયાં વસ્ત્રો નહિ પહેરવાનો નિયમ લે છે ?
* ગોપી નીલા રંગનાં વસ્ત્રો અને કાળી કંચુકી (કમખો) નહિ પહેરવાનો નિયમ લે છે.
13. ગોપી કોના જળમાં નાહવાની ના પાડે છે ?
* ગોપી જમના નદીના જળમાં નાહવાની ના પાડે છે.
14. ગોપી કોની તરફ નજર પણ કરવાની ના કહે છે ?
* ગોપી મરકત-મણિ (નીલમ) અને મેઘ તરફ નજર પણ કરવાની ના કહે છે.
15. ગોપી કઇ ચીજવસ્તુઓ નહિ ખાવાનો નિયમ લે છે ?
* ગોપી જાંબુ અને રીંગણ નહિ ખાવનો નિયમ લે છે.
16. શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ પોતે નહિ પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે ?
* ગોપી શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ તો લે છે; પરંતુ કૃષ્ણ સાથેના પ્રેમભાવના કારણે એનું મન એ માટે તૈયાર થતું નથી, આથી શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ પોતે નહિ પાળી શકે એવું ગોપીને લાગે છે.

1 comment:

Post Top Ad

Your Ad Spot

Pages