educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Khijadiye Tekare । ખીજડિયે ટેકરે ।

 Khijadiye Tekare Hetulaxi Quiz-002

1.‘ખીજડિયે ટેકરે’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
*નવલિકા
2. ‘ખીજડિયે ટેકરે’ નવલિકા (કૃતિ) ના લેખક કોણ છે ?
*ચુનીલાલ મડિયા
3. ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો.
*ધોરાજી (રાજકોટ જિલ્લો)
4. ચુનીલાલ મડિયા કયા દૈનિક સાથે જોડાયા હતા ? 

*જન્મભૂમિ
5. ‘જન્મભૂમિ’ દૈનિકનું પ્રકાશન ક્યાંથી થતું ?
* મુંબઈથી

6. ચુનીલાલ મડિયાની બે નવલકથાઓ જણાવો.
* 1. આજનો વારસ 2. વેળા વેળાની છાંયડી
7. લીલૂડી ધરતી ભાગ 1/2 નવલકથાના લેખક કોણ છે ?
*ચુનીલાલ મડિયા
8. ચુનીલાલ મડિયાના બે વાર્તાસંગ્રહોનાં નામ જણાવો.
* 1. શરણાઈના સૂર 2. ઘૂઘવતાં પૂર

9. ચુનીલાલ મડિયા કયા બે સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે ?
* રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રકથી
10. ‘ભોજો’ પાત્ર કઈ કૃતિ (પાઠ)માં આવે છે ?
* ‘ખીજડિયે ટેકરે’ પાઠમાં
11. ભોજાની પત્નીનું નામ જણાવો.
* જીવલી
12. જીવલી કોણ છે ?
* ભોજાની પત્ની
13. હીરણ નદીનો ઉલ્લેખ કઈ કૃતિમાં થયો છે ?
* ‘ખીજડિયે ટેકરે’ પાઠમાં
14. ‘ખીજડિયે ટેકરે’ પાઠમાં કઈ નદીનો ઉલ્લેખ છે ?
* હીરણ નદીનો
15. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું ?
* ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો.
16. કૂબો બનાવવા માટે જીવલીએ શું ભેગું કર્યું ?

* કૂબો બનાવવા માટે જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારી ભેગી કરી.
17. ખીજડિયો ટેકરો ક્યાં આવેલો છે ?
* ખીજડિયો ટેકરો હીરણ નદીના હેઠવાસના પટમાં આવેલો છે.
18. ભોજો કઇ વાતથી દુ:ખી હતો ?

* ટાઢમાં કપડાંના અભાવે તેનાં નાગાપૂગા બાળકો ઠૂઠવાતાં હતાં એ વાતથી ભોજો ખૂબ દુ:ખી હતો.
19. ખીજડિયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા ?
* ખીજડિયા ટેકરાનો ઉપયોગ લોકો નાનાં મૃત બાળકોને દાટવા માટે કરતા.
20. પસાયતો શા કારણે ભોજાને મારતો ?
*ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ મુદ્દામાલ ક્યાં દાટ્યો છે, તે સ્થળ બતાવવા પસાયતો ભોજાને મારતો.
21. પસાયતો એટલે ? અથવા પસાયતો કોને કહેવાય ?
* પસાયતો એટલે ગામનો ચોકીયાત કે રક્ષક.
22. ભૂતકાળમાં ભોજો શાને રવાડે ચડેલો ?
* ભૂતકાળમાં ભોજો સીમ-ચોરીઓને રવાડે ચડેલો.
23. ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો ?

* ભોજાએ રાત્રિએ, માધિયાની હાટનાં ખોખરાં કમાડ ગણેશિયાથી ઉઘાડીને એમાંથી ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો.
24. ભોજાએ પોસ્ટ-માસ્તર પાસે ઈનામમાં શી માંગણી કરી ? અથવા ભોજાએ ઈનામમાં શી માંગણી કરી ?
* ભોજાએ પોસ્ટ-માસ્તર પાસે ઈનામમાં ઠંડીમાં હિજરાતાં પોતાનાં નાનાં નાનાં બાળકો માટે એક-એક જોડ લૂગડાંની માંગણી કરી.
25. રાત્રિના સમયે જીવલી કેમ જાગતી બેઠી હતી ?
* મળનાર ખાપડિયા કપડાની આશામાં જીવલી રાત્રિના સમયે જાગતી બેઠી હતી.
26. ખીજડિયા ટેકરામાંથી મળેલું બાળક સજીવ છે તેની ખાતરી થતાં જીવલીએ શું કર્યું ?
* ખીજડિયા ટેકરામાંથી મળેલું બાળક સજીવ છે તેની ખાતરી થતાં જીવલીએ વત્સલ માતા બનીને એ નવજાત શિશુને છાતીમાં લીધું.
27. ‘ભોજિયા, તને મનમાં આવે એ ઈનામ માગી લે.’ – આ વાક્ય કોણ બોલે છે ?
* પોસ્ટ-માસ્તર
28. ખીજડિયા ટેકરામાંથી જીવતું (સજીવ) બાળક મળતાં ભોજાએ શું કર્યું ?
* ખીજડિયા ટેકરામાંથી જીવતું બાળક મળતાં કોઇ પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઇને સડસડાટ ટેકરો ઉતરીને પોતાના કૂબામાં આવી ગયો.
29. ‘માંગું તમારી મોટાં માણહની મહેરબાની...’ – આ વાક્ય કોણ બોલે છે ?
* ભોજો
30. ‘આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પુગ્યો ને ?’ – આ વાક્ય કોણ બોલે છે ?
* પોસ્ટ-માસ્તર
31. ભોજાનું જીવનસૂત્ર કયું હતું ?
* ‘એક ઘા ને બે કટકા કરવા’ એ ભોજાનું જીવનસૂત્ર હતું.
32. ડેન્માર્કના રાજકુમારનો નામોલ્લેખ કઇ કૃતિમાં થયો છે ?
* ‘ખીજડિયે ટેકરે’ પાઠમાં
33. અંતે પોસ્ટ-માસ્તરે ભોજાને ઈનામરૂપે કેટલી જોડ લૂગડાં વેતરાવી લેવા કહ્યું ?
* અંતે પોસ્ટ-માસ્તરે ભોજાને ઈનામરૂપે તેનાં બાળકો માટે એક-એક જોડ નહિ,પરંતુ બબ્બે જોડ લૂગડાં વેતરાવી લેવા કહ્યું.
34. ભોજો મૃત બાળક્ની કબર કેમ ખોદી રહ્યો હતો ?
* મૃત બાળકના ફરતે વીંટાળેલું કપડું મેળવવા ભોજો મૃત બાળકની કબર ખોદી રહ્યો હતો.
35. ચુનીલાલ મડિયાએ મુંબઇમાં આવેલી USIS (યુસીસ)ના કયા વિભાગમાં કામ કર્યું ?
* ગુજરાતી વિભાગમાં
36. ચુનીલાલ મડિયાએ મુંબઈમાં આવેલી USIS (યુસીસ)ના ગુજરાતી વિભાગમાં કેટલા વર્ષ સુધી કામ કર્યું ?
* બાર વર્ષ જેટલા સમય સુધી

1 comment:

Post Top Ad

Your Ad Spot

Pages