educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

STD 12 Poem | Damayanti Svayamvar

1. ‘દમયંતી સ્વયંવર’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
* આખ્યાનખંડ
2. ‘દમયંતી સ્વયંવર’ કાવ્ય/કૃતિના ના કવિ કોણ છે ?
* પ્રેમાનંદ
3. કવિ પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો.
* વડોદરા
4. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ આખ્યાનકાર કોણ છે ?
* પ્રેમાનંદ
5. કવિ પ્રેમાનંદને શાની ઊંડી પરખ હતી ?
* કવિ પ્રેમાનંદને માનવમન અને માનવસ્વભાવની ઊંડી પરખ હતી.
6. પ્રેમાનંદના મહત્વના બે આખ્યાનો જણાવો.
*   1.નળાખ્યાન 2.ઓખાહરણ 3.સુદામાચરિત્ર
     4. ચંદ્રહાસાખ્યાન 5. કુંવરબાઈનું મામેરૂં
      6. અભિમન્યું આખ્યાન
7. પ્રેમાનંદનાં આખ્યાનોમાં શેનો સુભગ સમન્વય જોવા મળે છે ?
* કથા તેમજ કાવ્યનો.
8. પ્રેમાનંદ કયા બિરૂદથી સન્માન પામ્યા છે ?
* કવિ શિરોમણી
9. કોને ‘કવિ શિરોમણી’નું સન્માન મળ્યું છે ?
* પ્રેમાનંદને
10. કવિ પ્રેમાનંદ આખ્યાનોની રચના કરવા માટેની કથાવસ્તુ શેમાંથી લેતા ?
* કવિ પ્રેમાનંદ આખ્યાનોની રચના કરવા માટેની કથાવસ્તુ રામાયણ અને મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોમાંથી લેતા.
11. દમયંતી કોની પુત્રી હતી? અથવા દમયંતીના પિતાનું નામ જણાવો.
* ભીમક રાજા
12. નળ કયા દેશનો રાજા છે ?
* નળ નિષેધદેશનો રાજા છે.
13. દમયંતી નળરાજાને વરમાળા પહેરાવવા ગઇ ત્યારે ત્યાં શું જોયું ?
* પાંચ નળ ઉભેલા જોયા.
14. ભીમક રાજાએ કોનો સ્વયંવર રચ્યો છે ?
* ભીમક રાજાએ પોતાની પુત્રી દમયંતીનો સ્વયંવર રચ્યો છે.
15. સ્વયંવર એટલે શું ?
* સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે એ માટે આયોજીત સમારંભ.
16. દેવોએ દમયંતીને વરવા કેવી ચેષ્ટા કરી?
* દેવોએ દમયંતીને વરવા કંઠ આગળ ધરી “લાવ હાર” એમ કહી વિવેકહીન ચેષ્ટા કરી.
17. સ્વર્ગમાંથી કયા કયા દેવ દમયંતી સ્વયંવરમાં આવ્યા છે ?
* સ્વર્ગમાંથી ઈન્દ્ર,વરુણ,વહ્નિ અને ધર્મરાય એમ ચાર દેવો દમયંતી સ્વયંવરમાં આવ્યા છે.
18. દમયંતી પોતાના પિતા આગળ કઇ મૂંઝવણ રજુ કરે છે ?
* દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને પાંચ નળ ઊભા દેખાતા હોઈ, સાચા નળને કેવી રીતે ઓળખવો, એ મૂંઝવણ રજુ કરે છે.
19. ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે ?
* ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહિ કરે,તેમનાં વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ આકાશમાં ઊભા હશે.
20. ઈન્દ્રએ કોને શાપ આપ્યો ? અથવા અગ્નિને કોણે શાપ આપ્યો ?
* ઈન્દ્રએ અગ્નિને શાપ આપ્યો.
21. અગ્નિએ કોને શાપ આપ્યો ? અથવા ઈન્દ્રને કોણે શાપ આપ્યો ?
* અગ્નિએ ઈન્દ્રને શાપ આપ્યો.
22. વરુણે કોને શાપ આપ્યો ? અથવા ધર્મને કોણે શાપ આપ્યો ?
* વરુણે ધર્મને શાપ આપ્યો.
23. ધર્મે કોને શાપ આપ્યો ? અથવા વરુણને કોણે શાપ આપ્યો ?
* ધર્મે વરુણને શાપ આપ્યો.
24. ઈન્દ્રએ અગ્નિને શો શાપ આપ્યો ?
* ઈન્દ્રએ ‘વાંદરાના જેવું તારું મુખ થજો.’ એવો અગ્નિને શાપ આપ્યો.
25. અગ્નિએ ઈન્દ્રને શો શાપ આપ્યો ?
* અગ્નિએ ‘મહારાજ,તમારું મુખ રીંછના જેવું થજો.’ એવો ઈન્દ્રને શાપ આપ્યો.
26. વરુણે યમને શો શાપ આપ્યો ?
* વરુણે યમ(ધર્મ) માજારમુખો થાય એવો શાપ આપ્યો.
27. ધર્મે વરુણને શો શાપ આપ્યો ?
* ધર્મે એવો શાપ આપ્યો કે વરુણનું મુખ શ્વાનના જેવું થજો.
28. દમયંતીની મૂંઝવણ દૂર કરવા નારદે શું કર્યું ?
* દમયંતીની મૂંઝવણ દૂર કરવા નારદ ઈન્દ્રાણી સહિત દરેક દેવોની પત્નીઓને મંડપમાં લઇ આવ્યા.
29. કલિકાળ શેના ઉપર બેઠો હતો ?
* કલિકાળ મહિષ (પાડા) ઉપર બેઠો હતો.
30. નારદે કોને વિદર્ભ મોકલ્યા ?
* નારદે કળિયુગ અને દ્વાપરને વિદર્ભ મોકલ્યા.
31. નારદે કળિયુગ અને દ્વાપરને વિદર્ભ કેમ મોકલ્યા ?
* નારદે કળિયુગ અને દ્વાપરને દમયંતીને પરણવા વિદર્ભ મોકલ્યા.
32. કળિકાળે ગળા(કંઠ)માં શું પહેર્યું હતું ?
* કળિકાળે ગળામાં મનુષ્યના માથાની માળા પહેરી હતી.
33. કળિકાળનું માથું કેવું હતું ?
* કળિકાળનું માથું સળગતા અંગારાની જેમ ધગધગતું હતું.
34. કળિકાળના હાથમાં શું શોભે છે ?
* કળિકાળના હાથમાં લોખંડની તલવાર (કાંતુ) શોભે છે.
35. નિષેધ દેશ તરફ જતી જાનને કોણ સામે મળ્યું ?
* કળિયુગ અને દ્વાપર.
36. દેવોએ એકબીજાને આપેલા શાપ ફોક કર્યા કારણકે...
*યમરાયે બધા દેવોને સમજાવ્યું કે આમ એકબીજાને શાપ આપવાથી આપણે લોકોમાં હાંસીપાત્ર થશું.
37. કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો ?
* એક દિવસ સંધ્યાસમયે નળ રાજા પાણી વડે પગ ધોતાં હતા તે સમયે તેના પગની પાની કોરી રહી જતાં પાની દ્વારા કળિયુગને તેના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો.
38. ‘અમે અલ્પ જીવ કુરૂપ, તમે ભારેખમ ભવના ભૂપ.’ આ ઉક્તિ કોણ બોલે છે ?
* દમયંતી
39. સુરરાયે (ઈન્દ્રે) નળ રાજાને કયા બે વરદાન આપ્યા ?
* સુરરાયે નળ રાજાને લાખ વર્ષ સુધી પણ ન સુકાય એવી એક કમળનાળ અને એક દિવસમાં સો જોજન દોડે એવો અશ્વમંત્ર વરદાનરૂપે આપ્યો.

2 comments:

Post Top Ad

Your Ad Spot

Pages