educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Satyagrahashhram | STD 12 Quiz | સત્યાગ્રહાશ્રમ



Satyagrahashhram  Hetulaxi Quiz-004

1. સત્યાગ્રહાશ્રમ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
* જીવનપ્રસંગ (આત્મકથાખંડ)
2. ‘સત્યાગ્રહાશ્રમ’ પાઠ/કૃતિના કર્તા/લેખક કોણ છે ?
* વિનોબા ભાવે
3. વિનોબા ભાવેનું જન્મસ્થળ જણાવો.
* ગાગોદા (રાયગઢ જિલ્લો) મહારાષ્ટ્ર
4. વિનોબા ભાવેનું મૂળનામ શું હતું ?
* વિનાયકરાવ ભાવે
5. વિનોબા ભાવેને નાનપણથી શેનો શોખ હતો ?
* વિનોબા ભાવેને નાનપણથી જ વાંચવાનો શોખ હતો.
6. વિનોબા ભાવેના બે મુખ્ય પુસ્તકો જણાવો.
* 1.ગીતા-પ્રવચન     2.કુરાનસાર
3.શિક્ષણવિચાર         4. ભારતીય સંસ્કૃતિ
5. વિજ્ઞાન અને અધ્યાત્મ
7. ‘સત્યાગ્રહાશ્રમ’ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે ?
* ‘અહિંસાની ખોજ’ પુસ્તક માંથી.

8. વિનોબા ભાવે ગાંધીજીના કેવા વારસદાર હતા ?
* વિનોબા ભાવે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા.
9. બાળપણથી જ વિનોબાનું મન કયાં બે સ્થળે જવા તલસતું હતું ?
* બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તલસતું હતું.
10. ગાંધીજીના મતે નિર્ભયતા વિના શું ચાલી જ ન શકે ?
* અહિંસા
11. કાશીમાં કોના ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી ?
* ગાંધીજીના અહિંસા વિશેના ભાષણની.
12. વિનોબા ભાવેને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ ક્યાં મળી ?
* વિનોબા ભાવેને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બન્ને ગાંધીજીના સાનિધ્યમાં મળી.
13. વિનોબા ભાવેને કઈ ભાવના બંગાળ તરફ ખેંચતી ?
* વિનોબા ભાવેને બંગાળની ‘વંદેમાતરમ્’ ની ક્રાંતિની ભાવના બંગાળ તરફ ખેંચતી.
14. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો ?
* વિનોબાના બીજા પત્રનો પ્રત્યુત્તર આપતાં ગાંધીજીએ લખ્યું કે અહિંસા અંગેના પ્રશ્નો માટેનું સમાધાન પત્રવ્યવહારથી નહિ પણ જીવન સાથેના સ્પર્શથી થશે.
15. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ?
* ગાંધીજીના પ્રત્યુત્તરમાં ‘સમાધાન વાતોથી નહિ, જીવનથી થશે’ એ વાત વિનોબાને સ્પર્શી ગઈ.
16. ગાંધીજીએ પ્રત્યુત્તરની સાથે વિનોબાને શું મોકલેલું ?
* ગાંધીજીએ પ્રત્યુત્તરની સાથે વિનોબાને આશ્રમની એક નિયમ-પત્રિકા મોકલેલી.
17. વિનોબા સૌ પ્રથમ કોચરબ આશ્રમ ક્યારે ગયેલા ?
* વિનોબા સૌ પ્રથમ 7 જૂન, 1916 માં કોચરબ આશ્રમ ગયેલા.
18. વિનોબા ગાંધીજી પાસે ગયા ત્યારે ગાંધીજી શું કરતા હતા ?
* ગાંધીજી શાક સમારતા હતા. 
19. ગાંધીજીને શાક સમારતા જોઇ વિનોબાને શો પાઠ મળ્યો ?
* ગાંધીજીને શાક સમારતા જોઇ એમના પ્રથમ દર્શને જ વિનોબાને શ્રમનો પાઠ મળ્યો.
20. વિદ્વાન નારાયણશાસ્ત્રી મરાઠે વાઈમાં શું કામ કરતા હતા ?
* વિદ્વાન નારાયણશાસ્ત્રી મરાઠે વાઈમાં વેદાંત તથા બીજાં શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા.
21. વિનોબાએ વાઈમાં કયા ગ્રંથોનો અભ્યાસ કર્યો?
* વિનોબાએ વાઈમાં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકરભાષ્ય, મનુસ્મૃતિ, યોગદર્શન વગેરે; ગ્રંથોનો અભ્યાસ કર્યો.
22. વિનોબાને કર્મયોગની દીક્ષાનો સાક્ષાત્કાર ક્યાં થયો ?
* વિનોબાને કર્મયોગની દીક્ષાનો સાક્ષાત્કાર ગાંધી બાપુના જીવનમાં થયો.
23. વિનોબાએ ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ ક્યાં જોયું ?
* વિનોબાએ ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ ગાંધી બાપુમાં જોયું.
24. વિનોબાના મતે એમણે કયા ત્રણ વ્રતનું પરિપાલન બરાબર કર્યું છે ?
*સત્ય-અહિંસા અને બ્રહ્મચર્ય આ ત્રણે વ્રતનું.
25. વિનોબાએ વાઈમાં શેનો વર્ગ ચલાવ્યો ?
* વિનોબાએ વાઈમાં ગીતાનો એક નિ:શુલ્ક વર્ગ ચલાવ્યો.
28. વિનોબાએ વાઈમાં કઇ સંસ્થા સ્થાપી ?
* વિનોબાએ વાઈમાં ‘વિદ્યાર્થી મંડળ’ નામની એક સંસ્થા સ્થાપી.
27. વિનોબાએ વાંચનાલયને મદદ કરવા માટે કયો વર્ગ રાખ્યો ?
* વિનોબાએ વાંચનાલયંને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો.
30. વાઇના વાંચનાલયમાં કેટલાં પુસ્તકો જમા થઈ ગયાં ?
* વાઈના વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયાં.
31. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું ?
* કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું.
32. વિનોબા કોચરબ આશ્રમ પહોંચ્યા ત્યારે એમના માટે કયું દ્દશ્ય નવી નવાઇનું હતું ?
* વિનોબા કોચરબ આશ્રમ પહોંચ્યા ત્યારે રાષ્ટ્રનેતા ગાંધીજી શાક સમારતા હતા, એ દ્દશ્ય એમના માટે નવી નવાઇનું હતું.
33. વિનોબાનું આરોગ્ય શેનાથી સુધરી ગયું ?
* વિનોબાએ દસ-બાર માઈલ ફરવાનું રાખ્યું,પછી છથી આઠ શેર અનાજ દળવાનું શરૂ કર્યું,પછી ત્રણસો નમસ્કાર શરૂ કર્યાં, એનાથી એમનું આરોગ્ય સુધરી ગયું.
34. વિનોબાએ 1957 ના વર્ષમાં કેટલો પગપાળા પ્રવાસ કર્યો ?
* વિનોબાએ 1957 ના વર્ષમાં લગભગ 400 માઈલનો પગપાળા પ્રવાસ કર્યો.
35. વિનોબાનો પગપાળા ફરવા પાછળનો હેતુ શો હતો ?
* વિનોબાનો પગપાળા ફરવા પાછળનો હેતુ એ હતો કે ઐતિહાસિક કિલ્લા જોવા, સંતોનાં સ્થાનોનાં દર્શન કરવાં, સારા લોકોને મળવું અને લોક-નિરીક્ષણ કરવું.

1 comment:

  1. વિનોબા પાસે સામાનમાં શું હતું

    ReplyDelete

Post Top Ad

Your Ad Spot

Pages