educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Amarnathni Yatrae । STD 12 | અમરનાથની યાત્રાએ

Amarnathni Yatrae Hetulaxi Quiz-008


1. ‘અમરનાથની યાત્રાએ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
* ‘અમરનાથની યાત્રાએ’ પાઠનો સાહિત્યપ્રકાર પ્રવાસનિબંધ છે.
2. ‘અમરનાથની યાત્રાએ’ પાઠનાં લેખિકા કોણ છે ?
* ‘અમરનાથની યાત્રાએ’ પાઠનાં લેખિકા વિનોદિની રમણલાલ નીલકંઠ છે.
3. વિનોદિની નીલકંઠનું જન્મસ્થાન જણાવો.
* વિનોદિની નીલકંઠનું જન્મસ્થાન અમદાવાદ છે.
4. વિનોદિની નીલકંઠના નિબંધસંગ્રહંનું નામ જણાવો.
* વિનોદિની નીલકંઠના નિબંધસંગ્રહનું નામ ‘રસદ્વાર’ છે.
5. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે ?
* અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે.
6. ‘અંગુલીનો સ્પર્શ’ અથવા ‘આરસીની ભીતર’ એ કોનો વાર્તાસંગ્રહ છે ?
* ‘અંગુલીનો સ્પર્શ’ કે ‘આરસીની ભીતર’ એ વિનોદિની નીલકંઠનો વાર્તાસંગ્રહ છે.
7. વિનોદિની નીલકંઠે એમ.એ.ની ડિગ્રી ક્યાંથી મેળવી ?
* ‘વિનોદિની નીલકંઠે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી.
8. વિનોદિની નીલકંઠે એમ.એ.ની ડિગ્રી કયા વિષયો સાથે મેળવી ?
*વિનોદિની નીલકંઠે એમ.એ.ની ડિગ્રી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે મેળવી.
9. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે ?
* અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે.
10. વિનોદિની નીલકંઠે (લેખિકાએ) અમરનાથ યાત્રા શેના દ્વારા કરી ?
* વિનોદિની નીલકંઠે સરસ પાણીદાર ઘોડા દ્વારા અમરનાથ યાત્રા કરી.
11. કશ્મીરમાં કયાં કયાં મનોહર સ્થળો જોવાલાયક છે ?
* કશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટૂલિએન તળાવ જેવાં મનોહર સ્થળો જોવાલાયક છે.
12. લેખિકાને કયાં કયાં નામ પારકાં (પરાયાં) લાગે છે ?
* લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ,ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગધિરબલ જેવાં નામ પારકાં લાગે છે.
13. લેખિકાના મતે દરેક ગુજરાતી કશ્મીરના કયા સ્થળે અચૂક જાય છે જ ?
* લેખિકાના મતે દરેક ગુજરાતી કશ્મીરના ચંદનવાડી સ્થળે અચૂક જાય છે જ.
14. લેખિકાએ ચંદનવાડી સ્થળે જવા માટે પસંદ કરેલા ઘોડાનાં નામ જણાવો.
* લેખિકાએ ચંદનવાડી સ્થળે જવા માટે પસંદ કરેલા ઘોડાનાં નામ બુલબુલ. રાજા અને નિશાત હતાં.
15. ‘અમરનાથની યાત્રાએ’ પાઠમાં કઇ નદીનો ઉલ્લેખ છે ?
* ‘અમરનાથની યાત્રાએ’ પાઠમાં શેષ નદીનો ઉલ્લેખ છે.
16. લેખિકાના મતે શેષ નદીને કેવો ભેરૂ મળી ગયો ?
* લેખિકાના મતે શેષ નદીને વરસાદ જેવો સમાનધર્મી ભેરૂ મળી ગયો.
17. ‘અમરનાથની યાત્રાએ’ પાઠનાં લેખિકાની પુત્રીનું નામ જણાવો.
* ‘અમરનાથની યાત્રાએ’ પાઠનાં લેખિકાની પુત્રીનું નામ રંજના છે.
18.‘અમરનાથની યાત્રાએ’ પાઠનાં લેખિકાના પુત્રોનાં નામ જણાવો.
* ‘અમરનાથની યાત્રાએ’ પાઠનાં લેખિકાના પુત્રોનાં નામ સુકુમાર અને જગદીપ છે.
19. અમરનાથની યાત્રા દરમિયાન ચંદનવાડી તરફ જતાં લેખિકાને કઈ ત્રિપુટિનો ભેટો થયો હતો ?
* અમરનાથની યાત્રા દરમિયાન ચંદનવાડી તરફ જતાં લેખિકાને શ્રીમતી કૃષ્ણા હઠીસિંગ તથા તેમના બે પુત્રોનો ભેટો થયો હતો.
20. અમરનાથની યાત્રામાં કઈ કઈ સાધન-સામગ્રી સાથે રાખવી જરૂરી છે ?
* અમરનાથની યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથુ, થોડી મીઠાઈ, કેમેરા, થરમોસ તથા નાસ્તા જેવી સાધન-સામગ્રી સાથે રાખવી જરૂરી છે.
21. ‘અમરનાથની યાત્રાએ’ પાઠની લેખિકાના બન્ને પુત્રો ક્યાં જવા અધીરા બની રહેલા હતા ?
* ‘અમરનાથની યાત્રાએ’ પાઠની લેખિકાના બન્ને પુત્રો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા.
22. ‘હરઘન’ શું છે ?
* કશ્મીરથી ચંદનવાડી તરફ જતાં માઈલો સુધી વિસ્તરેલું એક તદ્દન સપાટ લીલુંછમ્મ મેદાન આવેલું છે,જેનું નામ ‘હરઘન’ છે.

1 comment:

  1. લેખિકા ને અમરનાથ ની યાત્રા માં કયા કયા અનુભવો થયા?

    ReplyDelete

Post Top Ad

Your Ad Spot

Pages