educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Yudhishhthir Yudhdhvivad । અ‍STD 12 | યુધિષ્ઠિર યુદ્ધવિવાદ

Yudhishhthir Yudhdhvivad Hetulaxi Quiz-010


1.‘યુધિષ્ઠિર યુદ્ધવિવાદ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
* નાટ્યખંડ
2. ‘યુધિષ્ઠિર યુદ્ધવિવાદ’ પાઠ/કૃતિના કર્તા/લેખક કોણ છે ?
* ઉમાશંકર જોશી
3. ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો ?
* ઉમાશંકર જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો.
4. “શ્રાવણી મેળો” કોનો નવલિકાસંગ્રહ છે ?
* ઉમાશંકર જોશીનો
5. ઉમાશંકર જોશીનાં બધાં જ કાવ્યો કયા નામે એક જ ગ્રંથમાં પ્રગટ થયાં છે ?
* ઉમાશંકર જોશીનાં બધાં જ કાવ્યો “સમગ્ર કવિતા” નામે એક જ ગ્રંથમાં પ્રગટ થયાં છે.
6. ‘નિશિથ’ અથવા ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહના રચયિતા કોણ છે ?
* ઉમાશંકર જોશી
7. ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે ?
* ઉમાશંકર જોશીના ‘નિશિથ’ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
8. યુધિષ્ઠિર કોને ‘મુનિવર’ અને ‘ગુરુદેવ’ તરીકે સંબોધે છે ?
* નારદને
9. યુધિષ્ઠિરને કોણ ‘પૃથાપુત્ર’ તરીકે સંબોધે છે ?
* નારદ યુધિષ્ઠિરને ‘પૃથાપુત્ર’ તરીકે સંબોધે છે.
10. ઉમાશંકરની કઈ કૃતિ તમારા ધોરણ-12 ના ગુજરાતી વિષયના પાઠ્યક્રમમાં છે ?
* ‘યુધિષ્ઠિર યુદ્ધવિવાદ’
11. રાજમુગટ પર શેનું કલંક લાગ્યું છે ?
* રાજમુગટ પર યુધિષ્ઠિર અને અર્જુનના પરાક્રમોનું કલંક લાગ્યું છે.
12. યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈની તુલના કોની સાથે કરે છે ?
* યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈની તુલના માંસ માટે લઢવાઢ કરતાં કૂતરાં સાથે કરે છે.
13. યુધિષ્ઠિર લોહિયાળ હાથ શેનાથી ધોવા માંગે છે ?
* યુધિષ્ઠિર વનમાં તપરૂપી પવિત્ર જળથી લોહિયાળ હાથ ધોવા માંગે છે.
14. અર્જુનના મતે બધાએ શેનાથી રાજ મેળવ્યાં છે ?
* અર્જુનના મતે બધાએ લડાઈથી રાજ મેળવ્યાં છે.
15. યુધિષ્ઠિરમાં શેની હિંમત નથી ?
* યુધિષ્ઠિરમાં મુડદાં પર પગ મૂકી નગરજનોની દુ:ખી ચીસો વચ્ચે લોહી પીતો મુગટ પહેરવાની ઈચ્છા નથી.
16. યુધિષ્ઠિર શેનો દાવ ખેલવા બેઠા છે ?
* યુધિષ્ઠિર શાંતિનો દાવ ખેલવા બેઠા છે.
17. યુધિષ્ઠિર દ્રોપદીને શી અરજ કરે છે ?
* યુધિષ્ઠિર દ્રોપદીને એની આંખમાં જો અમીનાં બે આંસુ હોય તો એનાથી સ્વજનોના વિલાપથી પ્રજળી રહેલી સંસારની ઝાળને ઠારવા અરજ કરે છે.
18. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને શું છોડી દેવા કહે છે ?
*શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કૌરવો મર્યાનો શોક છોડી દેવા કહે છે.
19. વ્યાસના મત મુજબ ક્ષત્રિયોનો ધર્મ શો છે ?
* વ્યાસના મત મુજબ દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે.
20. વ્યાસના મત મુજબ ક્ષત્રિયનું મોત ક્યાં શોભે ?
* વ્યાસના મત મુજબ ક્ષત્રિયનું મોત સમરાંગણમાં જ શોભે.
21. વ્યાસ કોને અધર્મ કહે છે ?
* ક્ષત્રિય શય્યામાં મરે તેને વ્યાસ અધર્મ કહે છે.
22. સહદેવ યુધિષ્ઠિરને કઈ વાતની યાદ અપાવે છે ?
* સહદેવ યુધિષ્ઠિરને એ વાતની યાદ અપાવે છે કે વનવાસ દરમિયાન તમે જ કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડવાથી આત્મશુદ્ધિ થતી નથી.
23. કોણ યુધિષ્ઠિરને નવવિધાનનાં બીજ નાંખવાનું કહે છે ?
* શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને નવવિધાનનાં બીજ નાંખવાનું કહે છે.
24. અંતે યુધિષ્ઠિર બેભાન શામાટે થઇ જાય છે ?
* યુધિષ્ઠિર યુદ્ધમાં થયેલા ભીષણ સંહારનું પ્રાયશ્ચિત કરવાના કારણે અત્યંત ભાવાવેશમાં આવતાં અંતે બેભાન થઈ જાય છે.
25. વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી ?
* વનની વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં પણ વધારે સારી હતી.
26. યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શામાટે લાગતો નથી ?
* યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય લાગતો નથી કારણ કે તેઓ વ્યક્તિ ઉપર નહિ, પણ વ્યક્તિની બુરાઈઓ પર વિજય મેળવવા ઇચ્છતા હતા.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages