Bhavna Abola Hetulaxi Quiz-009
1. ‘ભવના અબોલા’ કાવ્યનો પ્રકાર જણાવો.
* ‘ભવના અબોલા’ કાવ્યનો પ્રકાર લોકગીત છે.
2. તમારા પાઠ્યક્રમમાં અથવા અભ્યાસક્રમમાં કયું લોકગીત *સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?
અમારા પાઠ્યક્રમમાં ‘ભવના અબોલા’ લોકગીત સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
3. ‘ભવના અબોલા’ લોકગીતમાં કોની વ્યથાની અભિવ્યક્તિ છે ?
* ‘ભવના અબોલા’ લોકગીતમાં સાસરિયામાં રહેતી દીકરીની વ્યથાની અભિવ્યક્તિ છે.
4. ‘ભવના અબોલા’ લોકગીતની નાયિકા શા માટે વ્યથિત (દુ:ખી) છે ?
* ‘ભવના અબોલા’ લોકગીતની માયિકા એટલા માટે વ્યથિત છે કે મનાવવા છતાં એનો પતિ એની સાથે બોલતો નથી.
5. ‘ભવના અબોલા’ લોકગીતની નાયિકા કોને સંદેશો લઇ જવાનું કાર્ય સોંપે છે ?
* ‘ભવના અબોલા’ લોકગીતની નાયિકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે.
6. ‘ભવના અબોલા’ લોકગીતની નાયિકા કોને સંદેશો મોકલવા ઈચ્છે છે ?
* ‘ભવના અબોલા’ લોકગીતની નાયિકા તેના દાદાને સંદેશો મોકલવા ઈચ્છે છે.
7. ‘ભવના અબોલા’ લોકગીતની નાયિકા કોને બેની તરીકે સંબોધન કરે છે ?
* ‘ભવના અબોલા’ લોકગીતની નાયિકા સમડીને બેની તરીકે સંબોધન કરે છે.
8. દાદાએ પુત્રીને શી સલાહ આપી ?
* દાદાએ પુત્રીને સલાહ આપી કે ‘દીકરી, સુખ તો બધા માણે, પણ જે દુ:ખ વેઠે તે જ સહનશીલ કહેવાય.’
અથવા
8. પિતાએ પુત્રીને શી સલાહ આપી ? * પિતાએ પુત્રીને સલાહ આપી કે ‘દીકરી, સુખ તો બધા માણે, પણ જે દુ:ખ વેઠે તે જ સહનશીલ કહેવાય.’
No comments:
Post a Comment