educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

STD 10 Gadhy Path 1-4 Objective

1. રેસનો ઘોડો 2. ભૂલી ગયા પછી 
3. વાઈરલ ઈન્ફેકશન  4. છત્રી
(હેતુલક્ષી પ્રશ્નો) 


1. વિનુકાકા વાત વાતમાં શું કહેતા ?
*       નિશાન ઊંચું રાખવું
2. અંકિતના માતાપિતાનું સ્વપ્ન હતું કે....
*       તે ઉમદા માણસ બને
3. અમેરિકામાં રહેતા ડૉકટર સૌરભ પાસે કોના માટે સમય નથી ?
*       પોતાનાં માતાપિતા માટે
4. નીનાબહેને તેમના પતિ પાસે શું માંગ્યું ?
*       અંકિતનું શૈશવ
5. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા ?
*       રામાયણ-મહાભારતની બાળકથાઓનાં પુસ્તકો
6. રેસનો ઘોડો પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
*       નવલિકા
7. વર્ષા અડાલજાની નોંધપાત્ર નવલકથાઓ કઇ ?
*       1. મારે પણ એક ઘર હોય 2. અણસાર 3.રેતપંખી
    4. ગાંઠ છૂટ્યાની વેળા
8. બાળકોને પોતાની મેળે વિકસવા દેવા જોઇએ અને તેઓ ઉમદા નાગરિક બને આવો ભાવ/હેતુ કયા પાઠ દ્વારા વ્યક્ત થયો છે ?
*       રેસનો ઘોડો પાઠ દ્વારા
9. મનીષા દેસાઇએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું ?
*       રીંછના
10. નરેને કઇ તાલીમ મેળવી હતી ?
*       વનસંરણની તાલીમ
11. રીંછ માણસને જોઇને શું કરે છે ?
*       ઝનૂનથી પ્રતિકાર કરે છે.
12. ભૂલી ગયા પછી એકાંકીના લેખક કોણ છે ?
*       રઘુવીર ચૌધરી
13. ડીમલાઇટ અને ત્રીજો પુરૂષ  કોના નોંધપાત્ર એકાંકી સંગ્રહો છે ?
*       રઘુવીર ચૌધરીના
14. રઘુવીર ચૌધરીનું વતન જણાવો. 
*        બાપુપુરા (જિલ્લો. ગાંધીનગર)
15. આબુમાં પર્વતારોહક શિબિરમાં કોચ તરીકે કોણ સેવાઓ આપતું હતું ?
*       મનીષા દેસાઇ 
16. ભૂલી ગયા પછી પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
*       એકાંકી 
17. ભૂલી ગયા પછી એકાંકી શેમાંથી લેવામાં આવ્યું છે ?
*       ત્રીજો પુરૂષ
18. રઘુવીર ચૌધરીની નોંધપાત્ર નવલકથાઓ કઈ?
*       1.અમૃતા 2.લાગણી 3.સોમતીર્થ 4.વેણુવત્સલા
19. અરે ! પેલો ગુલમોર કેવો ખીલ્યો છે ! વાક્ય કોણ કોને કહે છે ?
*       સલોની  નરેનને
20. વાઈરલ ઈન્ફેકશન કોની રચના છે ?
*       ગુણવંત શાહની
21. ગુણવંત શાહનું વતન જણાવો.
*        રાંદેર (જિલ્લો. સુરત)
22. ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે ?
*       ભણેલા અને અભણ બન્ને 
23. ગાંધીનાં ચશ્મા કૃતિ કોની છે ?
*       ગુણવંત શાહ
24. વાઈરલ ઈન્ફેકશન નો સાહિત્યપ્રકાર જણાવો.
*       નિબંધ
25. ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા ?
*        સ્વામી વિવેકાનંદ
26. ગુણવંત શાહને ભારત સરકારે કયા પુરસ્કાર (એવોડ) થી સન્માનિત કર્યા હતા ?
*       પદ્મશ્રી એવોર્ડથી 
27. સેમ્યુઅલ બટલરે કેવા આદર્શ સમાજની કલ્પના કરેલ ?
*       સમાજમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય
28. લેખક કેવા લોકોને સાધક કહીને કટાક્ષ કરે છે?
*       સ્થૂળસાધના કરતા કે બેઠાડું જીવન જીવતા લોકોને
29. ગાંધીજી પોતાની માંદગીને શું માનતા ?
*       આધ્યાત્મિક ભૂલ 
30. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઇ માંદું પડે તો શું કરતા ?
*       દાક્તરને સજા કરતા
31. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઇ શકે?
*       હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી
32. લેખકના મતે સભ્ય સમાજની શરમ કઇ ?
*       .પી.ડી.માં દર્દીઓનું કિડિયારું ઉભરાય તે
33. માંદગીને લગભગ અપરાધ કોણ માનતું ?
*       ગાંધીજી
34. છત્રી પાઠના લેખક કોણ છે ?
*       રતિલાલ બોરીસાગર
35. રતિલાલ બોરીસાગરનું જન્મસ્થાન કયું ? 
*        સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)
36. છત્રી પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
*       હાસ્ય નિબંધ 
37. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામે સ્મિત કર્યું કારણ કે...
*       લેખક છત્રી ખોઇને ફરી છત્રી લેવા આવ્યા હતા.
38. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે...
*       તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઇચ્છતા હતા.
39. દુકાનદારે લેખકને કઇ સલાહ આપી ?
*      છત્રી તેમની પાસે ટકે તેનો ઉપાય શોધી કાઢવાની.
40. પોતાના કુંવરને કાંટા વાગે તે માટે રાજાએ શું કર્યું ?
*       આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો.
41. રતિલાલ નોરીસાગરની હાસ્ય નવલ કઇ છે ?
*       સંભવામિ યુગે યુગે 
42. રખડુનો કાગળ કોની કૃતિ (રચના) છે ? 
*        મહેન્દ્રસિંહ પરમાર
43.ડાંગવનો અને... પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
*       નિબંધ 
44. ડાંગવનો અને... પાઠના લેખક કોણ છે ?
*       મહેન્દ્રસિંહ પરમાર
45. મહેન્દ્રસિંહ પરમારનું વતન કયું છે ?
*       કુકણા (જિલ્લો.સુરેન્દ્રનગર) 
46. ડાંગવનો અને... નિબંધ શેમાંથી લેવામાં આવ્યો  છે ? 
*       રખડુનો કાગળ નિંબધસંગ્રહમાંથી
47. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા ?
*       ગંદકેશ્વર  
48. કોના કારણે સાગનાં ઝાડ શણગારેલાં લાગે છે ?
*       આગિયાના કારણે
49. શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા ?
*       મૃત્યુના માનમાં 
50. ગિરમાળનો ધોધ કઇ નદી પરથી પડતો હતો ? 
*       ગિરા નદી પરથી
51. લેખકને કોણે ઝંકૃત કર્યાં છે ?
*       નર્મદા નદીએ  
52. લેખક શું જોઇને કબીરજીને અનુભવે છે ?
*       કબીરવડ જોઇને
53. લેખક કોને ઉન્મત્ત ગજયૂથ જેવા કહે છે ?
*       લળી લળીને હેત કરતાં વાંસના ઝૂંડના ઝૂંડને  
54. લેખક આહવા જતાં પહેલાં ત્રણ દિવસ ક્યાં રોકાયા ? 
*       અંકલેશ્વર 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages