Constitution Of India
The general introduction to my book
- Hari Patel
(Note- This book information is prohibited from displaying any part of it in a blog, web, facebook, Whatsapp or video.)
1. ભારતના બંધારણ વિશે આટલું જાણો-
*
બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.
*
ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.
*
બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8
અને પાછળથી 4 જોડાયેલ છે.)
*
મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં 446
અનુચ્છેદો છે.)
*
બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946
માં થઇ હતી.
*
બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296
સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)
*
બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.
*
બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના
પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.
*
બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.
*
બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી
ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)
*
બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ.
ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)
*
ખરડા સમિતિમાં સાત સભ્યો હતા. 1. એન. ગોપાલસ્વામિ આયંગર 2.
અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4.
કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6.
ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે
સમાવેશ કરેલ હતો.
*
બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946
માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી
હતી.)
*
બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18
દિવસ.
*
બંધારણ સભાની બેઠકો 166 દિવસ ચાલી.
*
ભારતીય બંધારણનો સ્વીકાર - 26,નવેમ્બર,1949
ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)
*
ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી, 1950.
*
ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ
દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)
*
ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
2. ભારતના બંધારણની વિશેષતાઓ-
*
ભારતનું બંધારણ લખિત હોવાથી તેને ‘દસ્તાવેજી
બંધારણ’ કહે છે.
*
ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.
*
બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
*
પરિવર્તનશીલ બંધારણ છે.
*
સંઘાત્મક શાસન પ્રણાલિ છે.
*
બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી
અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.
*
પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ
કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.
*
સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.
*
ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.
*
દ્વિગૃહી ધારાસભા છે.
*
એકજ નાગરિકતાની જોગવાઇ છે.
*
સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.
*
ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ
રાખતું રાજ્ય.
*
બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.
3. ભારતના બંધારણનું આમુખ-
*
બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
*
આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
*
આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ
બન્યું.
*
આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
*
આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
*
ઇ. 1976 માં 42
મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક),
એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.
*
‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.
3. ભારતના બંધારણ (સંવિધાન) ના મહત્વના અનુચ્છેદો (કલમો)
ની ભાગવાર ટૂંકમાં માહિતી-
ભાગ-1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
અનુચ્છેદ-01
|
ઇન્ડિયા
અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.
|
અનુચ્છેદ-02
|
નવાં
રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
|
અનુચ્છેદ-03
|
નવાં
રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.
|
ભાગ-2 નાગરિકતા
અનુચ્છેદ-
05 થી 11 નાગરિકતા અંગે છે.
અનુચ્છેદ-05 |
સંવિધાનના
પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના
માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય
છે.
|
અનુચ્છેદ-06 |
ભારતમાંથી
પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
|
અનુચ્છેદ-07 |
પાકિસ્તાનમાંથી
ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
|
ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો)
અનુચ્છેદ-
12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો)
અંગેના છે.મૂળભૂત
હક્કો છ છે.
અનુચ્છેદ-14 થી18 |
(1) સમાનતાનો હક-
|
અનુચ્છેદ-19 થી 22 |
(2) સ્વતંત્રતાનો
હક
|
અનુચ્છેદ-23 થી 24 |
(3)
શોષણ સામેનો હક
|
અનુચ્છેદ-25 થી 28 |
(4)
ધાર્મિક સ્વતંત્રતાનો હક
|
અનુચ્છેદ-29 થી 30 |
(5)
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
|
અનુચ્છેદ-32 |
(6)
સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)
|
ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો) ના અગત્યના
અનુચ્છેદો (કલમો) ની માહિતી-
અનુચ્છેદ-14 |
કાયદાની
નજરે બધા નાગરિકો સમાન
|
અનુચ્છેદ-15 |
ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ
ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના
સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં
પ્રવેશ.)
|
અનુચ્છેદ-16 |
જાહેર
નોકરીમાં દરેકને સમાન તક.
|
અનુચ્છેદ-17 |
અસ્પૃશ્યતા
નાબૂદી.
|
અનુચ્છેદ-20 |
અપરાધની
સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી
શકાય નહીં.
|
અનુચ્છેદ-21 |
જીવન
જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.
|
અનુચ્છેદ-21 (ક) |
શિક્ષણનો
હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002
માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી
હકોની સંખ્યા 7 થાય છે.)
|
અનુચ્છેદ-22 |
ધરપકડ
અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ
કરવો પડે.
|
અનુચ્છેદ-23 |
મનુષ્ય
વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.
|
અનુચ્છેદ-24 |
કારખાનાં
વગેરેમાં 14 વર્ષથી નીચેનાં
બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)
|
અનુચ્છેદ-29 |
લધુમતીઓના
હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ
કે સંસ્કારને જાળવી રાખવાનો હક)
|
અનુચ્છેદ-30 |
ધર્મ
કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.
|
અનુચ્છેદ-31 |
મિલ્કતનો
અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત
જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)
|
No comments:
Post a Comment