Akhil Brahmandama Hetulaxi Quiz
1. ‘અખિલ બ્રહ્માંડમાં’ પદના કવિ (રચયિતા) કોણ છે ?
નરસિંહ મહેતા
2. ‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યનો પ્રકાર જણાવો.
પદ
3. નરસિંહ મહેતાનું વતન જણાવો.
તળાજા (ભાવનગર જિલ્લો)
4. ગુજરાતી ભાષાના ‘આદ્યકવિ’ કોણ ગણાય છે ?
નરસિંહ મહેતા
5. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં કયા છંદમાં લખાયાં છે ?
ઝૂલણા છંદમાં
6. નરસિંહ મહેતાની રચનાઓ (કૃતિઓ) જણાવો.
1. શામળશાનો વિવાહ 2. હાર 3. હૂંડી
4. કુંવરબાઈનું મામેરું 5. શ્રાદ્ધ
7. નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન કયું છે ?
પ્રભાતિયાં
8. ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્તકવિ કોણ છે ?
નરસિંહ મહેતા
9. નરસિંહ મહેતાનાં કયાં પદો લોકકંઠે વસીને ચિરંજીવ બન્યાં છે ?
નરસિંહ મહેતાનાં ઝૂલણા છંદમાં લખાયેલાં પ્રભાતિયાં
10. ‘જાગોને જશોદાનાં જાયા’ અથવા ‘જળ કમળ છાંડી જાને’ પદના સર્જક કોણ છે ?
નરસિંહ મહેતા
11. ‘અખિલ બ્રહ્માંડમાં’ પદમાં નરસિંહ મહેતા પરમાત્મા માટે કયું સંબોધન વાપરે છે ?
‘તું’ સંબોધન
12. સમગ્ર (અખિલ) બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે ?
એક પરમાત્મા (ઈશ્વર)
13. જ્ઞાનગ્રંથો થકી કઇ પરિસ્થિતિ સર્જાઇ છે ?
જ્ઞાનગ્રંથો થકી ઈશ્વરસંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઇ છે.
14. કોના વડે ઈશ્વરસબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઇ છે ?
જ્ઞાનગ્રંથો વડે
15. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે ?
પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન એટલા માટે કર્યું છે કે એક જ પરમાત્માનાં વિવિધ રૂપોમાં અનેક પ્રકારના રસ લઇને મનુષ્ય પરમાત્માને પામી શકે.
16. દેહમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?
દેવ રૂપે.
17. તત્વમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?
તેજ રૂપે.
18. ‘ ભોળી રે ભરવાડણ ’ અથવા ‘ જાગોને જશોદાના જાયા ’ પદના સર્જક કોણ છે ?
નરસિંહ મહેતા
19. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરુપે રહેલો છ?
પરમાત્મા પૃથ્વી પર દેહમાં દેવરૂપે,તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દરૂપે તેમજ પવનરૂપે, પાણીરૂપે, વૃક્ષરૂપે અને ભૂમિરૂપે સર્વમાં વ્યાપી રહેલો છે.
20. શૂન્યમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?
શબ્દ રૂપે.
21. ‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે ?
‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એ કહે છે કે જેમ સોનાના અનેક ઘાટ ઘડ્યા બાદ તે જુદા જુદા નામે ઓળખાય છે.પરંતુ તેમાં આખરે તો સોનું જ છે તેમ સમગ્ર વિશ્વમાં એક શ્રીહરિ (ઈશ્વર) જ બધે વ્યાપેલા છે પણ બધાને એ જુદા જુદા રૂપે દેખાય છે.
22. નરસિંહ મહેતાના મતે ઈશ્વરને કઇ કઇ રીતે પામી શકાય ?
ઈશ્વરને શાસ્ત્રજ્ઞાન અને પ્રેમભક્તિ દ્વારા પામી શકાય છે.
23. નરસિંહ મહેતાએ કેવાં પદો રચીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે ?
નરસિંહ મહેતાએ જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનાં પદો રચીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે.
No comments:
Post a Comment