educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

STD 10 Poem 1-4 Objective

1. વૈષ્ણવજન 2. શીલવંત સાધુને 
3. દીકરી 4. હું એવો ગુજરાતી 
(હેતુલક્ષી પ્રશ્નો)



1. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?

*       તળાજા (ભાવનગર

2. નરસિંહ મહેતાનાં પદ કયા નામે જાણીતાં છે ?

*       પ્રભાતિયાં

3કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જવાય છે ?

*       વૈષ્ણવજનનાં

4. વાચ,કાચ,મન નિર્મળ રાખે એટલે...

*       વાણી,ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.

5. મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી ?

*       વૈષ્ણવજનને

6. ગાંધીજીને નરસિંહ મહેતાનું કયું પદ અતિપ્રિય હતું ?

*       વૈષ્ણવજન તો તેને કહીએ...

7. નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્યમાં કયું બિરુદ મળ્યું છે ?

*       આદિકવિ

8. શીલવંત સાધુ એટલે ?

*       ચારિત્ર્યવાન

9. ગંગાસતીની શિષ્યાનું નામ શું છે ?

*       પાનબાઇ 

10. ગંગાસતીનું જન્મસ્થળ જણાવો.

*       રાજપરા (ભાવનગર)

11.  ગંગાસતીએ તેમનાં શિષ્યા પાનબાઇને કેટલા દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી ?

*       52 (બાવન) દિવસ સુધી

12. દીકરી કાવ્યનો પ્રકાર જણાવો.

*       ગઝલ

13. અશોક ચાવડાનું ઉપનામ (બીજુંનામ) જણાવો.

*       બેદિલ 

14. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે ?

*       દેવીઓની ઝલકમાં

15.  દીકરીની સમજણ વિસ્તરે છે એવું કયા કારણસર કહી શકાય ?

*       પિતાને સહારો આપે છે તેથી

16. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે ?

*       દીકરીંને 

17. હું એવો ગુજરાતી કાવ્યનો પ્રકાર જણાવો.

*       ગીત 

18. હું એવો ગુજરાતી  કાવ્યના કવિ કોણ છે ?

*       વિનોદ જોષી

19. હું એવો ગુજરાતી કાવ્યમાં કઇ નદીનો ઉલ્લેખ કરે છે ?

*       નર્મદા

20. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે ?

*       પ્રભાતિયાં માટે


No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages