educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

STD 10 Gadhy Path 6-8 Objective

6. ચોપડાની ઈન્દ્રજાળ 7. જન્મોત્સવ
8. ગતિભંગ
(હેતુલક્ષી પ્રશ્નો)



 1. ચોપડાની ઈન્દ્રજાળ પાઠના લેખક કોણ છે ?
*       ચંદ્રકાન્ત પંડ્યા
2. ચોપડાની ઈન્દ્રજાળ નો સાહિત્યપ્રકાર જણાવો.
*       આત્મકથાખંડ
3ચંન્દ્રકાન્ત પંડ્યાનું જન્મસ્થાન જણાવો.
*       ધરમપુર (જિલ્લો.વલસાડ)
4. જીવલાની કરૂણ દશા જોઇને...
*       લેખકનું હૃદય ઢ્રવી ઊઠ્યું.
5. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કરણ કે...
*       જીવલાના છોકરાંનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું.
6. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો ?
*       રાજા, અમલદાર, ધગડું(પટાવાળો), તલાટી, ભૂવો અને શાહુકારનો
7. લેખક કોને શરીફ ડાકુઓ કહે છે ?
*       શાહુકારો અને શોષણખોરોને
8. લેખકના મતે ચોપડાની ઈન્દ્રજાળ એટલે...
*       વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નહિ.
9શાહુકારો અને વ્યાજખોરો  હિસાબનું ગણિત કેવું ગણતા?
*       સત્તર પંચા પંચાણું
10. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઇ -કઇ વસ્તુઓ આપવા જતો ?
*       લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી અને ઢોર માટે ઘાસ
11. શાહુકારો અને વ્યાજખોરો દ્વારા ગરીબ અને અભણ લોકોનું શોષણ થાય છે. વાત કયા પાઠમાં કરવામાં આવી છે ?
*       ચોપડાની ઈન્દ્રજાળ  પાઠમાં
12. લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવવાનો કિમિયો કોણે બતાવેલો ?
*       તેમના કોઇ ભાઈબંધે
13. લેખકના પિતાજીને લોકો કયા નામે બોલાવતા ?
*        હાઉકારના નામે
14લેખકના બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કોણ કરી આપતું ?
*       દાસકાકા
15. લેખકે શાહુકારી ચોપડાનું શું કર્યું ?
*       તેનાં બધાં પાનાં ચીરી નાંખ્યા
16. મહમદ અને રસિક કોણ હતા ?
*       લેખકના મિત્ર
17દેશી રાજ્યમાં કોને ઘી કેળાં હતાં ?
*       શોષણખોરોને
18. જા,તું હવે અમારા લેણામાંથી છૂટો ! વાક્ય કોણ કોને કહે છે ?
*       લેખક જીવલાને
19. જન્મોત્સવ પાઠના લેખકનું નામ શું છે ?
*       સુરેશ જોષી 
20. સુરેશ જોષીનો જન્મ ક્યાં થયો હતો ?
*       વાલોડ ( સુરત જિલ્લો)
21.જન્મોત્સવ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
*       નવલિકા (વાર્તા)
22. સુરેશ જોષીના પિતાનું નામ શું હતું ?
*       હરિપ્રસાદ
23. છિન્નપત્ર અથવા મરણોત્તર કોની નોંધપાત્ર નવલકથા છે ?
*       સુરેશ જોષીની
24. ગૃહપ્રવેશ કોનો નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ?
*       સુરેશ જોષીનો
25જન્મોત્સવ વાર્તા શેમાંથી લેવામાં આવી છે ?
*       ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહમાંથી
26. દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઇ ગયા હતા ?
*       વેલજી ડોહા પાસે 
27જન્મોત્સવ પાઠમાં લેખક શું કહેવા માગે છે ?
*       સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજુ કરવા માગે છે
28. દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોહા પાસે કેમ લઇ ગયા  ?
*       તેના ટાંટીયા વળાવી દઇને તેને અપંગ કરી નાંખવા
29. ફગફગિયો દીવો બુઝાઇ જવાની સાથે બીજી કઇ ઘટના બની ?
*       નવા જન્મેલા બાળકનું રૂદન ગાજી ઊઠ્યું.
30. લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઇ રહ્યા હતા કારણ કે...
*       વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દ્દશ્ય ઊભું થવાનું હતું.
31. ગતિભંગ નો સાહિત્યપ્રકાર કયો છે ?
*       લઘુકથા
32ગતિભંગ લઘુકથાના લેખક કોણ છે ?
*       મોહનલાલ પટેલ
33. મોહનલાલ પટેલનું વતન જણાવો.
*       પાટણ (ઉત્તર ગુજરાત)
34. ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માગતા હતા ?
*       રાજપુર
35આપણી બબલીની પગલી જાણે ! વાક્ય કોણ બોલે છે ?
*       ડુંગરની પત્ની 
36. લ્યો હેંડો હવે પગ ઉપાડો ઝટ...ગાડી ચૂકી જઈશું. વાક્ય કોણ બોલે છે ?
*       ડુંગરની પત્ની
37. લ્યો હેંડો હવે પગ ઉપાડો ઝટ...ગાડી ચૂકી જઈશું. તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું ?
*       પતિને મૃત બબલીના વિચારોમાંથી  જાગ્રત (સાવધ) કરવા.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages