educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Sanj Same Shamaliyo | Poem | Std 9

1. સાંજ સમે શામળિયો (કાવ્ય)
(હેતુલક્ષી પ્રશ્નો)



1. સાંજ સમે શામળિયો નો કાવ્યપ્રકાર જણાવો.
*        ઉત્તર: ગીત - કાવ્ય
2. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?
*        ઉત્તર:  તળાજા (ભાવનગર જિલ્લો)
3. ગુજરાતી ભાષાના આદિકવિ નું બિરૂદ કોને મળ્યું છે ?
*        ઉત્તર:  નરસિંહ મહેતાને
4. નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું ?
*        ઉત્તર:  જૂનાગઢમાં
5. નરસિંહ મહેતાનાં પદોમાં શેની ઊંચાઈ જોવા મળે છે  ?
*        ઉત્તરઅધ્યાત્મની ઊંચાઈ
6. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં કયા છંદમાં લખાયાં છે ?
*        ઉત્તર: ઝૂલણા છંદમાં
7. નરસિંહ મહેતાની રચનાઓ (કૃતિઓ) જણાવો.
*        ઉત્તર:  1.હિંડોળાનાં પદ 2.વસંતનાં પદ 3.કૃષ્ણલીલા
     4.હાર 5.હૂંડી 6.મોસાળું 7. વિવાહ અને શ્રાદ્ધ  
8. કૃષ્ણના મનમોહક રૂપનું વર્ણન કયા કાવ્યમાં કરવામાં આવ્યું છે ?
*        ઉત્તર: સાંજ સમે શામળિયો કાવ્યમાં
9. ગોવાળોમાં કોણ શોભી રહ્યું છે ?
*        ઉત્તર:  ગિરધર (કૃષ્ણ)
10. ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે ?
*        ઉત્તર: તારામંડળમાં શશિયર અને સોનામાં જડેલા હીરાની જેમ 
11. હરિ હળધરનો વીરો એટલે ?
*        ઉત્તર:  બલદેવજી (બલરામ)ના ભાઇ 
12. ભગવાન શ્રીકૃષ્ણએ....
*        ઉત્તર: પીળા રંગનાં વસ્ત્રો(પીતાંબર) પહેર્યાં છે
13. શ્રીકૃષ્ણની શોભા જોઇને નરસિંહ મહેતા...
*        ઉત્તર:  હરખ પામી રહ્યા છે.
14. સાંજ સમયે શામળિયો ક્યાંથી આવે છે  ?
*        ઉત્તર:  વૃંદાવનથી
15. સાંજ સમયે આવતા શામળિયાની સાથે કોણ કોણ છે ?
*        ઉત્તર:  ગોધણ અને ગોવાળો
16. નરસિંહ મહેતાએ બલરામ માટે કયો શબ્દ પ્રયોજ્યો છે ?
*        ઉત્તર:  હળધર  
17. કૃષ્ણ કોના ભાઈ છે ?
*        ઉત્તર:  હળધર (બલરામ) ના  
18. સાંજ સમે શામળિયો ના રચયિતા (કર્તા) અથવા કવિ કોણ છે ?
*        ઉત્તર:  નરસિંહ મહેતા
19. નરસિંહ મહેતાએ ગિરધર શબ્દ કોના માટે પ્રયોજ્યો છે  ?
*        ઉત્તર:  શ્રીકૃષ્ણ માટે
20. વહાલાજી અથવા શ્રીકૃષ્ણનું રૂપ કેવું છે ?
*        ઉત્તર:  મહાશુભકારી   
21. શ્રીકૃષ્ણએ શિર(માથા) ઉપર શું ધારણ કર્યું છે?
*        ઉત્તર:  મોરમુગટ  
22. શ્રીકૃષ્ણના કાનમાં શું ઝૂલે છે ?
*        ઉત્તર:  કુંડળ
23. શ્રીકૃષ્ણએ શેની પછેડી ધારણ કરી છે  ?
*        ઉત્તર: ફૂલની
24. શ્રીકૃષ્ણની ફૂલની પછેડી શેનાથી મહેકે  છે ?
*        ઉત્તર:  ચુઆ-ચંદનથી
25. ચુઆ શબ્દનો અર્થ શું થાય ?
*        ઉત્તર:  સુગંધી તેલ 
26. નરસિંહ મહેતાનાં મનમાં કોણ મોહ ઉપજાવે છે?
*        ઉત્તર:  શ્રીકૃષ્ણનું મનમોહક રૂપ અથવા શ્રીકૃષ્ણ  
27. નરસિંહ મહેતા શું જોઇને હરખી રહ્યા છે ?
*        ઉત્તર:  શ્રીકૃષ્ણની શોભા
28. ઓઢવાની જાડી ચાદર શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*        ઉત્તર:  પછેડી
29. સાંજ સમે શામળિયો કાવ્યમાં નરસિંહ મહેતાની શ્રીકૃષ્ણ પ્રત્યેની કયા પ્રકારની ભક્તિ વ્યક્ત થઇ છે ? 
*        ઉત્તર:  પ્રેમલક્ષણા ભક્તિ
30. એક જાતનું સુગંધી લાકડું શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*        ઉત્તર:  ચંદન 
31. તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિ હળધરનો વીરો. રેખાંકિત સંજ્ઞાઓના પ્રકાર જણાવો.
*        ઉત્તર:  ગોવાળ -   જાતિવાચક સંજ્ઞા   
               ગિરધરવ્યક્તિવાચક સંજ્ઞા
32. સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે. રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો
*        ઉત્તર:  શામળિયો અને વૃંદાવન બન્ને વ્યક્તિવાચક સંજ્ઞા
33. વહાલાજીનું રૂપ મહાશુભકારી. રસિયા વિણ કેમ રહીએ ?’ રેખાંકિત વિશેષણને ઓળખો.
*        ઉત્તર:  મહાશુભકારી - ગુણવાચક વિશેષણ 
34. મોર મુગુટ, શિર સુંદર  ધરિયો,
                                     કાને  કુંડળ  લહેકે;
       પહેર્યાં પીતાંબર,ફૂલની પછેડી,
                                     ચુઆ-ચંદન મહેકે.
     પંક્તિઓમાં કયો અલંકાર છે ?
*        ઉત્તર:  અંત્યાનુંપ્રાસ અલંકાર    
* નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો.
35.સાંજ સમે શામળિયો..........,વૃંદાવનથી આવે.
*       ઉત્તર: સાંજ સમે શામળિયો  વહાલો, વૃંદાવનથી આવે.  
36. તારામંડળમાં જેમ............શોભે હેમે જડિંગ હીરો.
*        ઉત્તર: તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો.
37. વહાલાજીનું રૂપ..............,રસિયા વિણ કેમ રહીએ ?’   
*        ઉત્તર: વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વિણ કેમ રહીએ ?’   
* નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
38. સાંજ સમે શામળિયો મારો, વૃંદાવનથી આવે.
*        ઉત્તર:  ખોટું
39. આગળ સાજન, પાછળ ગોધન, મનમાં મોહ ઉપજાવે.
*        ઉત્તર:  ખોટું  
40. આળ કરી આલિંગન દીધું તન-મન મુખ પર વારું.
*       ઉત્તર: ખરું   
41. પહેર્યાં પિતાંબર , ફૂલની પછેડી, સુખડ-ચંદન મહેકે.
*        ઉત્તર:  ખોટું

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages